ગઢ ખાતે સંતો અને દાતાઓની હાજરીમાં પેથાણી વિદ્યાસંકુલના નવીન વિભાગોનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો ગ્રામજનોની હાજરીમાં દાતાઓનું સન્માન કરાયું અને દાતાઓ વતી જૈન શ્રેષ્ઠી પ્રવિણભાઈ એમ. શાહ દ્વારા 4 કરોડનું દાન લાવવા બદલ સંસ્થાના પ્રમુખ ખોડીદાસ પટેલનું પાઘડી પહેરાવીને સન્માન કરાયું માણસ પોતાની સાથે કશું લઈને જન્મ્યો નથી અને કશું સાથે લઈને જવાનો નથી, એવો પવિત્ર ભાવ દાનશીલતાને પ્રેરે છે. માણસ માટે પૃથ્વીદાતા છે, નદી દાતા છે, પવન દાતા છે, સૂર્યદેવ પ્રકાશનો દાતા છે, વાદળ દાતા છે એમાંના કોઈને પોતે દાતા હોવાનો અહંકાર નથી. કારણ કે તેઓ દાનને કર્તવ્ય સમજે છે. પ્રભુ સંપત્તિ માત્ર પોતાને કે પોતાના પરિવારને ઠારવા માટે નથી આપતો, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે વિશ્વ એક વિશાળ પરિવાર છે. એને ઠારવા માટે ઈશ્વર મનુષ્યને ધન-સંપત્તિ આપે છે. અથર્વવેદમાં એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ''શતહસ્ત સમાહર, સહસ્ત્ર હસ્ત સંકિર'' - મતલબ કે સેંકડો હાથોથી (ધન) એકઠું કરો અને હજારો હાથે તે વિતરિત કરો. જે માણસ શિક્ષણ માં દાન આપે છે. એને મહાદાન કહેવાયું છે. શ્રી...
લક્ષ્મીપુરામાં શ્રી ઉમિયા શક્તિ મંડળ દ્વારા બેટી બચાવો અભિયાન હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં જન્મેલી ૧૨૫ દીકરીઓનું સન્માન કરાયું દીકરીઓને ચાંદીના સિક્કા અને ઝાંઝર આપી દિકરી જન્મના વધામણાં કરાયા લક્ષ્મીપુરા ગામના વિક્રમભાઈ દલછાભાઈ પટેલે આજથી ૧૨ વર્ષ પહેલાં આ અભિયાનની શરૂઆત કરી હતી આજના આધુનિક યુગમાં મહિલાઓ દરેક સ્તરે પુરુષ સમોવડી બની સમાજના વિકાસ અને ઘડતરમાં મહત્વનો ફાળો આપી રહી છે. શિક્ષણ, રમત ગમત, કલા, સાહિત્ય, રાજકારણ જેવા ક્ષેત્રોથી આગળ વધી આજની ભણેલી ગણેલી યુવતીઓ આર્મી, નેવી, એરફોર્સ જેવા પુરુષ આધિપત્ય વાળા ક્ષેત્રોમાં પણ પોતાનું પ્રદાન આપી દેશ સેવા સાથે મહિલા સશક્તિકરણ અને નારી ગૌરવની પ્રેરણાદાયી કથાઓ દ્વારા સમાજને નવી રાહ ચીંધી રહી છે. આમ છતાં આજે પણ આધુનિક સભ્યતા ધરાવતા સમાજ અને શહેરોમાં પણ દીકરી જન્મને અપશુકન માની તેમની ભ્રુણમાં જ હત્યા કરી દેવામાં આવે છે. આજની ૨૧ મી સદીમાં પણ રૂઢિગત માન્યતાઓ અને અંધશ્રદ્ધાને કારણે દીકરીઓને માતાના ગર્ભમાં જ જીવવાનો અધિકાર છીનવી લેવામાં આવે છે. સમાજની આવી માનસિકતા સામે લડવાના મક્કમ મનોબળ અને સામાજિક ચેતનાના નિર્ધાર ...
ટિપ્પણીઓ